મિત્રો, આપ સૌના બાળકો નું ઉનાળુ વેકેશન લગભગ પૂરું થવા આવ્યું છે. અને આપેલ પરીક્ષાનું પરિણામ ટૂંક સમય માં આવશે. આવનાર સમયમાં તેમની કારકિર્દી ને અનુલક્ષી ને યોગ્ય નિર્ણય લેવાય તે માટે જે તે ક્ષેત્ર નાં નિષ્ણાત દ્વારા આપના ધોરણ 10, ધોરણ 12 અને ઉચ્ચ શિક્ષણ જેમકે મેડિકલ, એન્જીનિયરીંગ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નું જ્ઞાન મેળવતા બાળકોને માર્ગદર્શન આપવા માટે તારીખ 07.05.2023 ના રોજ સવારે 10 થી 12.30 દરમ્યાન મહાકાળી માતાજીના મંદિર, કંસારા પોળમાં એક કારકિર્દી માર્ગદર્શક પ્રોગ્રામ રાખેલ છે. આ પ્રોગ્રામ જય શ્રી મહાકાળી એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ આયોજિત કરેલ છે. તો જ્ઞાતિ અને આસપાસ રહેતા અન્ય બાળકો ને તથા તેમના વાલીઓએ ભાગ લેવા ખાસ આગ્રહ છે. જેનું રજીસ્ટ્રેશન આ સાથે મોકલેલ QR કોડ દ્વારા કરાવવા વિનંતી છે. આપ સૌ ના સહકાર ની અપેક્ષા સાથે પ્રોગ્રામને સફળ બનાવવા વિનંતી.